ધ ફાઉંટેન હેડ, વર્જિનિયા વુલ્ફ, અ ડોલ્સ હાઉસ, મનુસ્મૃતિ અને જેંડર એક્સ-વાય,એક્સ-એક્સ
મનુસ્મૃતિ કહે છે , “ સ્ત્રી જ્યારે બાળક હોય ત્યારે તેણીના પિતાની કસ્ટડીમાં રહેવી જોઈએ , જ્યારે લગ્ન થાય ત્યારે મહિલાઓ તેમના પતિની કસ્ટડીમાં રહેવી જોઈએ અને વિધવા તરીકે તેના પુત્રની કસ્ટડીમાં રહેવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં તેણીને સ્વતંત્ર રીતે પોતાનો દાવો કરવાની મંજૂરી નથી. ” ( અધ્યાય:૫ , શ્લોક:૧૪૮ (The Laws of Manu V, n.d.) ) વાત એવી છે ૧૮મી સદીના પૂર્વાર્ધ અને ૧૯મી સદીના આરંભમાં ઈન્ગલેન્ડ અને રશિયામાં એવી સ્ત્રીઓ અવતરી જેમની ક્રાંતિકારી પ્રતિભાએ પૂર્વગ્રહોની સીમાઓ ભૂંસી નાખી. એ સમયે ફક્ત પુરુષ લેખકો જ લખતા. વર્જીનિયા વૂલ્ફ એવા લેખિકા હતા , જેમના લેખિત વિચારોએ સ્ત્રીઓની રૂઢિગત ભુમિકાના જડમૂળને ઉખાડી નાખ્યા. તેમના સાહિત્ય પ્રદાને આગળની પેઢીઓને પ્રેરણા આપી. તેમણે જાતિગત સમાનતાની વાત કરતા. ફેમિનીઝમના ઈતિહાસમાં તેમનું યોગદાન વિશાળ માનવામાં આવે છે. ત્યારબાદ તે પ્રદેશની સ્ત્રીઓ જાતિગત સમાનતાના મુદ્દે ઘણી આગળ આવતી ગઈ. સ્ત્રી-પુરુષ વચ્ચેના વેતન તફાવત અને ઘરકામ સાથે કારકિર્દીમાં રસ દાખવતી સ્ત્રીઓના સંઘર્ષે , આખરે વેતનની સમાનતા લાવી દીધી. દક્ષિણ ભારતમાં ખાસ તામિલનાડુંમાં કવિયત્રીઓ કવિ ...